________________
૧૪૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સુહિએસુ અ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા, રાગેણ વ દોસેણ વ, તેં નિંદે તં ચ ગરિહામિ. (૩૧) સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ ચરણ કરણ જુત્તેસુ, સંતેફાસુઅ દાણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૨)
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી ૨-દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩- ફેરફાર બોલવાથી (=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪- ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશ્ચે દાન આપવાથી અને ૫મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા ‘અતિથિસંવિભાગ’ નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હુંનિંદુ છું. (૩૦) જ્ઞાનાદિમાં હિત છે જેનું, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપ વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતી-પાસસ્થા (=છ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગર્હ (વિશેષ નિંદા) કરું છું. (૩૧) નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગર્હા કરું છું. (૩૨)
(સંલેષણાના અતિચાર)
ઇહલોએ, પરલોએ, જીવિઅ મરણે અ આસંસ પઓગે, પંચવિહો અઇયારો, મા મઝ હુજ઼ મરણંતે. (૩૩)
૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- ૫૨-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ