________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(દેશાવગાસિક વ્રતના અતિચાર)
આણવણે પેસવણે, સથે રૂવે આ પુગ્ગલમ્બેવે, દેસાવગા સિઅમ્મિ, બીએ સિાવએ નિંદે. (૨૮)
૧- આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી ૨પ્રેષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી ૩- શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી ૪- રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને ૫પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રતના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૨૮)
(પૌષધોપવાસ વ્રત વિશેના અતિચાર)
સંથારુચ્ચાર વિહિ, પમાય તહ ચેવ ભોયણા ભોએ, પોસહ વિહિ વિવરીએ, તઇએ સિક્ખાવએ નિંદે. (૨૯)
૧૪૩
સંથારા સંબંધી વિધિમાં ૧- પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ ૨- પડિલેહણપ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) ૩- પડિલેહણપ્રમાર્જન ન કરવારૂપ તેમજ ૪- પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને ૫- ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પૌષધોપવાસ) શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. (૨૯)
(અતિથિ સંવિભાગના અતિચાર)
સચ્ચિત્તે નિક્ક્ષિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ, કાલાઇક્કમ દાણે, ચઉત્ને સિક્ખાવએ નિંદે. (૩૦)