SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં (અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા સંવત્સરી સંબંધી (સર્વ અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૪) જયણા વિના (અળગણ પાણીથી) ૧- ન્હાવું ૨- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪- કેશર-ચંદનથી વિલેપન કરવું ૫- વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬- રૂપ નિરખવાં ૭- અનેક રસનો સ્વાદ ક૨વો ૮- અનેક જાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯- વસ્ત્ર, આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો)નું પડિક્કમું છું. (૨૫) ૧-કંદર્પ=વિકાર વધે તેવી વાતો કરવી ૨- કૌકુચ્ચ = કામ ઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી ૩–મૌખર્ય = મુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું ૪- સંયુક્તાધિકરણ પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫- ઉપભોગપરિભોગાતિરિક્તતા =ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂ૨) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાંછે.તેમાં મનેજેદોષ લાગ્યો હોય, તેને હુંનિંદુછું. (૨) = = (સામાયિક વ્રત વિષેના અતિચાર) તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિઠૂણે, સામાઇઅ વિતહ કએ, પઢમે સિક્ખાવએ નિંદે. (૭) ૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક પારવું ૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપ સ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું.(૨૭)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy