________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૪૧
૧- દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર ૨- લક્ષવાણિજ્ય=લાખ, કુસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર ૩- ૨સ-વાણિજ્ય= ઘી, તેલ વગેરેનો વ્યાપાર ૪- કેસ વાણિજ્ય = મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વગેરેના વાળનો વ્યાપાર અને ૫- વિસ વિસયં-વાણિજ્ય= ‘વિસ’અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને ‘વિસયં’- તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. (૨૨)
એ જ પ્રમાણે ૧- યંત્ર પીલન કર્મ=ઘંટી, ચરખા, ઘાણી-મિલ વગેરે ચલાવવાથી લાગતું કર્મ ૨-નિર્વાંછનકર્મ= તે ઊંટ, બળદ વગેરેના નાકકાન વીંધવાથી લાગતું કર્મ ૩- દવ-દાન-કર્મ = જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મ ૪) શોષણ કર્મ = સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને ૫- અસતિ પોષણ કર્મ =કુતરા-બિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતું કર્મ, આ પાંચેય પ્રકારનું કર્મ શ્રાવકે વર્જવું જોઈએ. (૨૩)
(આ રીતેસાતમા વ્રત (બીજા ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળ સચિત્ત – આહાર આદિ ૫ અતિચાર અને ૧૫ કર્માદાનના મળીને ૨૦અતિચાર થાય છે)
(અનર્થ વિરમણ વ્રતના અતિચાર)
સત્થગ્નિ મુસલ જંતગ, તણ કટ્ટે મંત મૂલ ભેસ⟩, દિન્ને દવાવિએ વા, પડિક્કમે સંવચ્છરીએં સર્વાં. (૨૪) ન્હાણું વ્પટ્ટણ વઋગ, વિલેવણે સદ્દ રૂવ રસ ધે, વત્ચાસણ આભરણે, પડિક્કમે સંવચ્છરીએં સર્વાં. (૨૫) કંદપ્પે કુક્કુઇએ, મોહરિ અહિગરણ, ભોગ અઇરિત્તે, દંડમ્મિ અણટ્ટાએ, તઇઅમ્મિ ગુણત્વએ નિંદે. (૨૬)