________________
૧૪૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આવે તે. જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગોપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હું નિંદા કરું છું. (૨૦)
૧- સચિત્ત-આહાર = સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે ૨- સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી જેમકે ગોટલી સહિત કેરી વગેરે ૩- અપવ-આહાર = તદ્દન અપક્વ = કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો તથા ચાળ્યા વગરનો લોટ વગેર ૪-દુષ્પ-આહાર=અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે, ઓળો, પુંખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે પ- તુઔષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે) નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી)સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૧)
ઇંગાલી વણ સાડી, ભાડી ફોડી સુવજ્જએ કમ્મઃ, વાણિજ્યું ચેવ દંત, લક્ષ્મ રસ કેસ વિસ વિસયં, (૨૨) એવં ખુ જંત પિલ્લણ, કર્માં નિલંછણં ચ દવ દાણું, સર દહ તલાય સોરું, અસઈ પોસં ચ જ઼િા (૨૩)
૧- કુંભાર, ભાડભુંજા-ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ- તે અંગારકર્મ માળી ૨-ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવાં તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે વનકર્મ ૩- સુથાર, લુહાર, ઓટો મોબાઇલ્સ, સ્પેર પાર્ટસ, વગેરેના વાહન બનાવવાં તથા વેચાણથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે શકટકર્મ ૪- વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ- તે ભાટકકર્મ ૫- ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા-ખોદાવવાથી થતાં કામ – તે સ્ફોટકકર્મ એ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવાં જોઈએ. (વળી)
-