________________
૧૩૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(મૈથુનના અતિચાર)
ચઉત્શે અણુવ્વયમ્મિ, નિસ્યં પર દાર ગમણ વિરઇઓ, આયરિયમ પસન્થે, ઇન્થ પમાય પસંગેણં. (૧૫) અપરિગ્ગહિઆ ઇત્તર, અણંગ વિવાહ તિત્વ અણુરાગે, ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૧૬)
ચોથા અણુવ્રતમાં સદા (હંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧અપરિગૃહીતાગમન = કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે ૨ઇત્વર- પરિગૃહિતાગમન=અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા પ્રમુખ સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા) ૩- અનંગ ક્રીડા= પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે ૪- પરવિવાહકરણ= પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ ક૨વા તે અને ૫) કામભોગ-તીવ્ર-અભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા (અણુ) વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર)
ઈત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિયમ પસસ્થમ્મિ, પરિમાણ પરિચ્છેએ, ઇત્થ પમાય પસંગેણં. (૧૭) ધણ ધન્ન ખિત્ત વત્યુ, રૂપ્પ સુવન્ને અ કુવિઅ-પરિમાણે, દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૧૮)