________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(મૃષાવાદના અતિચાર)
બીએ અણુવ્વયમ્મિ, પરિશૂલગ અલિઅ વયણ વિરઇઓ, આયરિય મપ્પસન્થે, ઇત્થ પમાય પસંગેણં. (૧૧) સહસા રહસ્ય દારે, મોસુવએસે અ ફૂડલેહે અ બીય વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીઅં સવ્વ (૧૨)
૧૩૭
બીજા અણુવ્રતમાં સ્કૂલ (અતિશય મોટા) રીતે અસત્ય વચનથી વિરતિને આશ્રયીને આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- વગર વિચાર્યે કોઈના ઉપર ખોટી (જુઠ્ઠું) આળ મૂકવી, ૨- ખાનગી વાત બહાર પાડવી, ૩- પોતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪- ખોટો (જુઠ્ઠો) ઉપદેશ આપવો અને ૫) જુઠ્ઠા લેખ અથવા દસ્તાવેજ લખવા રૂપ બીજા વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી સર્વ (અતિચારો)નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૧,૧૨)
(અદત્તાદાનના અતિચાર)
તઇએ અણુવ્વયમ્મિ, થૂલગ પર દત્વ હરણ વિરઇઓ, આયરિયમ પસન્થે, ઇત્થ પમાય પસંગે. (૧૩)
તેના હડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે અ, કૂંડતુલ કૂડમાણે, પડિક્કમે સંવચ્છરીએં સર્વાં. (૧૪)
ત્રીજા અણુવ્રતના સ્થૂળ રીતે બીજાના દ્રવ્યના હરણથી વિરતિને આશ્રયીને આચરણ થયું હોય, તેમાં પ્રમાદના વશથી અપ્રશસ્ત ભાવથી ૧- ચોરે ચોરેલી વસ્તુ લીઘી હોય, ૨- ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, ૩- મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, ૪- દાણચોરી વગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યું હોય અને ૫- ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં સંવત્સરી સંબંધી સર્વેને હું પડિક્કમું છું. (૧૩,૧૪)