________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૭
ગ્રહણ શિક્ષા=સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા = કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગારવ (ત્રણ પ્રકારના ૧-રસગારવ = ઘી, દુધ, દહીં આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, ૨ –ઋદ્ધિગારવ = ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શાતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) પ- સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧- આહાર સંજ્ઞા ૨- ભય સંજ્ઞા ૩- મૈથુન સંજ્ઞા અને ૪- પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) - કષાય =જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ ૨- માન ૩- માયા અને ૪-લોભ) ૭- દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારે છે. ૧- મનદંડ, ૨- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જે શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧-મનગુપ્તિ ર-વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯- સમિતિ (જેના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧- ઇર્યાસમિતિ, ર-ભાષાસમિતિ, ૩- એષણા સમિતિ, ૪- આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને પ- પારિષ્ઠાપનિકાસમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી જે અતિચાર લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૩૫)
સમ્મદિઠ્ઠી જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ, અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩૬)
સમ્યગદષ્ટિ (સમ્યકત્વી)જીવ જો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (ત) નિર્દયપણે ક્યારેય) પાપ કરતો નથી. (૩૬)
તં પિ હુ સપડિક્કમણું, સપરિઆવંસ ઉત્તરગુણં ચ, ખિપ્પ વિસામેઇ, વાહિ ધ્વ સુ સિદ્ધિઓ વિક્ટો. (૩૭)