________________
૧૨૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી શકેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છે તેમ નિશ્વયથી તે અલ્પકર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવેછે. (૩૭)
જહા વિસં કુટ્ટગયું, સંત મૂલ વિસારયા, વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિવિસં. (૩૮)
એવં અટ્ટવિહં કમ્મ, રાગ દોસ સમએિ , આલોખંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવઓ. (૩૯) મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વૈદ્યો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ)થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરૂની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગદ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. (૩૮,૩૯)
કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિંદિ ગુરુસગાસે, હોઇ અઇરેગ લહુઓ, ઓહરિએ ભવ્વ ભારવહો. (૪૦) જેમ ભાર ઉપાડનાર (મજુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરૂભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાયછે. (૪૦) આવસ્ય એણ એએણ, સાવઓ જઈ વિ બહુરઓ હોઇ,
દુખાણ મંત કિરિઅ, કાહી અચિરણ કાલેણ. (૪૧) શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. (૪૧)
(વિસ્મૃત થયેલા અતિચાર) આલોયણા બહુવિહા, નય સંભરિઆ પડિક્કમણ કાલે,
મૂલગુણ ઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિહામિ. (૪૨)