SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (૩૨) (સંલેષણાના અતિચાર) ઇહલોએ, પરલોએ, વિઅ મરણે આ આસંસ પગે, પંચવિહો અઈયારો, મા મન્ઝ હુજ મરણંતે. (૩) ૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪-) મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને ૫- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. (૩૩) (ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર) કાણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ, મણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈ આરસ્સ. (૩૪) ૧-અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨-અશુભવચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪) વંદણ વય સિખા, ગારવેસુ સન્ના કસાય દંડસુ, ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઇઆરો અ તં નિંદે. (૩૫) ૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ર- વ્રત બાર પ્રકારનાં, પ- અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ - શિક્ષાવ્રત) ૩- શિક્ષા (બે પ્રકારની
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy