________________
૧૨૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સામાયિક વ્રત વિષેના અતિચાર)
તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિહૂણે,
સામાઇઅ વિતહ કએ, પઢમે સિદ્ધાવએ નિંદે. (૨૦) ૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક કરવું ૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપ સ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું.(૨૭)
(દેશાવગાસિક વ્રતના અતિચાર) આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલખેવે,
દેસાવગા સિઅમિ, બીએ સિદ્ધાવએ નિંદ. (૨૮) ૧- આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી ૨- શ્રેષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી ૩- શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી ૪- રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને પ- પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રતના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિદા કરું છું. (૨૮)
(પૌષધોપવાસ વ્રત વિશેના અતિચાર) સંથાચ્ચાર વિહિ, પમાય તહ ચેવ ભોયણા ભોએ,
પોસહ વિહિ વિવરીએ, તઇએ સિખાવએ નિંદે. (૨૯) સંથારા સંબંધી વિધિમાં ૧-પડિલેહણ-પ્રમાર્જનન કરવારૂપ ર-પડિલેહણપ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી તેમજ લઘુનીતિ (પેશાબ) અને