________________
૧૨૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા) ૩- અનંગ ક્રીડા= પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે ૪- પરિવવાહકરણ= પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ કરવા તે અને ૫) કામભોગ-તીવ્ર-અભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા (અણુ) વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હુંપ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર)
ઈત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિયમ પસત્યમ્મિ, પરિમાણ પરિચ્છેએ, ઇત્થ પમાય પસંગેણં. (૧૭) ધણ ધન્ન ખિત્ત વત્યુ, રૂપ્પ સુવન્ને અ કુવિઅ-પરિમાણે, દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૧૮)
એ પછી પાંચમા અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય ૨- ખેતર-ઘર વગેરે ૩- રૂપ-સોનું ૪- તાંબુ-કાંસું પ્રમુખ હલકી ધાતુઓના પ્રમાણ અને રાચરચીલું અને ૫-બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ઘોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા (અણુ) વ્રત સંબંધી સંવત્સરી દરમ્યાન લાગ્યા હોય, તેસર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૦,૧૮)
(જવા આવવાના નિયમોના અતિચાર)
ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઢું અહે અ તિરિઅં ચ, વુદ્ઘિ સઇ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણત્વએ નિંદે. (૧૯)
૧- ઉપ૨ની ૨- નીચેની અને ૩- તિર્કી દિશામાં (જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪- વધા૨વાથી અને