________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૯
(અદત્તાદાનના અતિચાર)
તઈએ અણુવયમ્મિ, શૂલગ પર દā હરણ વિરઇઓ,
આયરિયમ પ્રસન્થ, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૩) તેના હડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે અ, કૂડતુલ કૂડમાણે, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૧૪)
ત્રીજા અણુવ્રતના સ્થૂળ રીતે બીજાના દ્રવ્યના હરણથી વિરતિને આશ્રયીને આચરણ થયું હોય, તેમાં પ્રમાદના વશથી અપ્રશસ્ત ભાવથી ૧- ચોરે ચોરેલી વસ્તુ લીધી હોય, ૨- ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, ૩- મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, ૪- દાણચોરી વગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યું હોય અને ૫- ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં સંવત્સરી સંબંધી સર્વેને હું પડિક્કમું છું. (૧૩,૧૪)
(મૈથુનના અતિચાર) ચઉલ્થ અણુવ્યસ્મિ, નિર્ચો પર દાર ગમણ વિરઇઓ,
આયરિયમ પ્રસન્થ, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૫) અપરિગ્દહિઆ ઇત્તર, અણંગ વિવાહ તિવ્ર અણુરાગે, ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૧૬)
ચોથા અણુવ્રતમાં સદા (હંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- અપરિગૃહીતાગમન=કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે ૨- ઇવર- પરિગૃહિતાગમન અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા પ્રમુખ સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના