________________
૧૧૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પઢમે અણુવ્યસ્મિ, શૂલગ પાણાઇ વાય વિરઇઓ, આયરિય મપૂસલ્ય, ઈત્ય પમાય પ્રસંગેણં. (૯)
(પ્રાણાતિપાત વ્રતના અતિચાર) વહ બંધ છવિષ્ણુએ, અદભારે ભત્ત પાણ ગુચ્છેએ, પઢમ વયસ્સઇઆરે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. (૧૦) પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી અતિચારોથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૮) પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી ૧- (જીવનો) વધ, રબંધન, ૩- અવયવ છેદન, ૪- અતિભાર (આરોપણ) અને પ- અન્ન-જળ અટકાવવારૂપ પહેલા (અણુ) વ્રતના અતિચારો છે, તેમાં) સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૯,૧૦)
(મૃષાવાદના અતિચાર) બીએ અણુવયમ્મિ, પરિશૂલગ અલિઅ વયણ વિરઇઓ,
આયરિય મuસલ્ય, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૧)
સહસા રહસ્સ દારે, મોસુવએસે આ કૂડલેહે આ બીય વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ (૧૨)
બીજા અણુવ્રતમાં સ્કૂલ (અતિશય મોટા) રીતે અસત્ય વચનથી વિરતિને આશ્રયીને આચરણ થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- વગર વિચાર્યું કોઈના ઉપર ખોટી (જુઠું) આળ મૂકવી, રખાનગી વાત બહાર પાડવી, ૩- પોતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪- ખોટો (જુઠો) ઉપદેશ આપવો અને પ) જુઠા લેખ અથવા દસ્તાવેજ લખવા રૂપ બીજા વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી સર્વ (અતિચારો)નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૧,૧૨)