________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૭
શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી મિથ્યાદષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં, તેમજ ફરવામાં સંવત્સરી સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૫)
(સમ્યકત્વ ના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ, સમ્મત્તસ્સ ઈઆરે, પડિક્કમે સંવચ્છરી સળં. () છક્કાય સમારંભે, પયણે અ પયાવણે અ જે દોસા,
અgટ્ટા ય પરઢા, ઉભયટ્ટો ચેવ તે નિંદે. (૭)
૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા પ- જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સભ્યત્વવ્રતના અતિચાર છે, હું સંવત્સરી સંબંધી તે સર્વઅતિચારથી પાછો ફરું છું. (૬) પોતાને માટે, બીજાને માટે (અ) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છે જીવ નિકાય (= પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો = ૬ જીવ નિકાય) ના સમારંભ (= પ્રાણીના વધનો સંકલ્પ- તે સંરભ, તેને પરિતાપ ઉપજાવો- તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો- તે આરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈદોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૭)
(સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહમણુવ્રયાણું, ગુણ વયાણં ચ તિહ મહયારે, સિફખાણં ચ ચહિં, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. (૮)