________________
૧૧૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચરિત્રાચાર સંબંધી આચારમાં (તપાચાર, વીર્યાચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય તેવા બાદર પ્રકારના અતિચાર જે કંઈ) મને લાગ્યો હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. (૨)
(પરિગ્રહના અતિચાર) દુવિહે પરિગ્રહમિ, સાવજે બહુવિહે અ આરંભે, કારાવણે અ કરણે, પડિક્કમે સંવચ્છરીમં સવં. (૩)
બે પ્રકારના પરિગ્રહને વિષે ૧) સાવદ્ય એટલે પાપવાળો પરિગ્રહ અને ૨)અનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે સંવત્સરી સંબંધી સર્વ અતિચારોથી પાછો ફરું છું. (૩)
(જ્ઞાનના અતિચાર)
જં બદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્પસચૅહિં, રાગેણ વ દોસણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૪)
અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (૪)
(સમ્ય દર્શનના અતિચાર) આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અનિઓગે, પડિક્કમ સંવચ્છરીએ સળં. (૫)