________________
૧૧૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હું ઇચ્છું છું કે – હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં. કારણકે મેં સંવત્સરી દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકલ્પ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કશાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય, જે વિરાવ્યું હોય, તે સંબંધી મારુંદુષ્કૃત્ય મિથ્યા થાઓ.
હે ભગવંત ! આપ (મને) ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો કે (હું) સંવત્સરી (દિવસ) સંબધી પાપોની આલોચના કરું ? (ત્યારે ગુરૂભગવંત કહે. આલોવેહ – આલોચના ભલે કરો) ત્યારે (શિષ્ય કહે) મને આપની આજ્ઞા પ્રમાણ છે. જે (કંઈ) સંવત્સરી દિવસ સંબંધી વ્રતોમાં અતિચાર રૂપ પાપ લાગ્યા હોય તેની હું આલોચના કરું છું.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સંવચ્છરી સૂત્ર પઢું ?‘ઇચ્છ’
હે ભગવંત, સંવત્સરી સૂત્ર બોલવાની આજ્ઞા આપો. આજ્ઞા પ્રમાણ છે.
ગુરૂકૃપાનેપ્રાપ્ત કરતો શિષ્ય ચારિત્ર જીવનનો ભારેખમ બોજ ઉપાડવાને સમર્થ બનેછે. અને શુદ્ધ ચારિત્રનું પાલન કરી શકે છે. આમ, ક્ષમાપનાદ્વારા ગુરૂનોવિનયવિવેક આ સૂત્રદ્વારા દર્શાવવામાં આવ્યોછે.