________________
૧૦૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નાણાઇઅટ્ટ-પઈવય, સમ્મસંલેહણ પણ પન્નર-કમ્મેસુ, બારસ તપ વીરિ-અતિગં, ચઉવ્વીસ સયં અઇયારા. પડિસિદ્ધાણં કરણે. (૧૭) પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મવિચાર સદ્દહ્યા નહીં. આપણી કુમતિ લગે ઉત્સૂત્ર પ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અરિત, પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાન કીધાં, કરાવ્યાં, અનુમોધાં હોય. દિનકૃત્ય-પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞાવિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોદ્યું હોય. એ ચિહું પ્રકારમાંહે અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૧૭)
એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રત, એકસો ચોવીસ અતિચાર માંહિ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
ઈતિ શ્રી સંવચ્છરી અતિચાર સમાપ્ત.
પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર
સવ્વસ વિ, સંવચ્છરીઅ દુચ્ચિતિઅ, દુખ્માસિઅ, દુચ્ચિટ્ટિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ઇચ્છાકારી ભગવન્ !
પસાય કરી સંવચ્છરીતપ પ્રસાદ કરશોજી.