________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૩
આયંબિલ પ્રમુખ પચ્ચકખાણ પારવું વિચાર્યું. બેસતાં નવકાર ન ભણ્યો. ઊઠતાં પચ્ચકખાણ કરવું વિચાર્યું. ગંઠસીયું ભાંગ્યું. નીવિ, આંબિલ ઉપવાસાદિ તપ કરી કાચું પાણી પીધું. વમન જુઓ. બાહ્ય તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧૪)
અત્યંતર તપ-પાયચ્છિત્તવિણઓ. (૧૫)
મન-શુદ્ધ ગુરૂ કન્ડે આલોયણા લીધી નહીં, ગુરૂ-દત્ત પ્રાયશ્ચિત્તતપ લેખા શુદ્ધ પહોંચાડ્યો નહીં. દેવ, ગુરૂ, સંઘ, સાહમ્મીઓ પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાંચના, પુચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા-લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો, ધર્મધ્યાન, શુક્લધ્યાન ન ધ્યાયાં, આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ-વીશનો કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૧૫)
વીર્યાચારના ત્રણ અતિચાર - અણિમૂહિઅબલવરિઓ. (૧૬)
પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન-વચન-કાયા તણું છતું બળ, છતું વીર્ય ગોપવ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણા-તણા આવર્ત- વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું. વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧૬)