________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૫
આપસ્વેચ્છાએ મને અનુમતિ આપો કે સંવત્સરી દિવસ સંબંધિત આર્ત-રૌદ્ર ધ્યાન સ્વરૂપ દુષ્ટ ચિંતવનથી, અસત્ય-કઠોર વચન સ્વરૂપ દુષ્ટ ભાષણથી અને ન કરવા યોગ્ય ક્રિયા સ્વરૂપ દુષ્ટ ચેષ્ટા રૂપ પાપથી પાછો ફરું ? (ગુરુભગવંત કહે – ભલે ! પાપથી પાછા ફરો) (ત્યારે શિષ્ય કહે – ) આપની આજ્ઞા પ્રમાણ છે. હું તે સઘળાય દુષ્કૃત્યથી પાછો ફરું છું અને મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ. હે ભગવંત! કૃપા કરી સંવત્સરી તપ પ્રસાદ કરશોજી.
(ગુરૂજી હોય તો તે કહે, નહીં તો પોતે નીચે પ્રમાણે કહે.) અટ્ટમભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ,
બાર એકાસણાં, ચોવીસ બેઆસણાં, છ હજાર સક્ઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડજો.
ત્રણ ઉપવાસના એક સાથેના પચ્ચકખાણ = અઠ્ઠમ/સળંગ ત્રણ ઉપવાસ = અઠ્ઠમ, ત્રણ છૂટા ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણા, ચોવિસ બેઆસણા, છ હજાર સઝાય, તપ કર્યું હોય તો “પઇઠ્ઠિઓ” કહેવું અને કરવાનું હોય તો ‘તહત્તિ” કહેવું અને ન કરવાનું હોય તો “યથાશક્તિ' કહેવું અથવા માત્ર મૌન રહેવું.
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન
પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન) અણજાણહ મે મિઉગ્નેહ, (૨)