________________
૧૦૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આઠમે અનર્થદંડવિરમણ વ્રતે પાંચ અતિચાર- કંદપ્પે કુક્કુઇએ.(૮) કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણું કીધું, આર્ત્તરૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહ, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા, દળવાતણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. અંઘોલે, નાહણે, દાતણે, પગ ધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં. ઝીલણે ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોલે હિંચ્યા. નાટક પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં. આક્રોશ કીધા, અબોલા લીધા. કરકડા મોડ્યા, મચ્છર ધર્યો, સંભેડા લગાડ્યા, શ્રાપ દીધા, ભેંસા, સાંઢ, હુડુ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતાં જોયાં. ખાદી લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાશીયા, કાજ વિણ ચાંપ્યા, તે પર બેઠા, આલી વનસ્પતિ ખૂંદી. સૂઈ, શસ્ત્રાદિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી .
આઠમે અનર્થદંડ-વિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડં (૮)
નવમે સામાયિક-વ્રતે પાંચ અતિચાર –તિવિહે દુપ્પણિહાણે. (૯)
સામાયિક લીધે મને આહટ્ટ, દોટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઊંઘ આવી. વાત વિકથા ઘરતણી ચિંતા કીધી. વીજ, દીવા તણી ઉજેહિ હુઈ. કણ કપાશીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીજકાય ઇત્યાદિક આભડ્યાં, સ્ત્રી, તિર્યંચ તણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તિઓ સંઘટ્ટી, સામાયિક અણપૂગ્યું પાર્યું, પારવું વિસાર્યું .