________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
°°
સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપાહાર, દુપાહાર, તુઔષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉંબી, પોંક, પાપડી ખાધાં. સચિત્ત દત્વ વિગઈ, વાણહ-તંબોલ-વત્થ-કુસુમેરુ, વાહણ-સયણ-વિલેવણ, બંભ-દિસિ-હાણ-ભત્તેસુ.
એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય માંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચૂરો, સૂરણ, કુણી આંબલી, ગળો વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું. મધુ મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યાં ફલ, ટિંબરું, ગુંદાં, મહોર, બોળ અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિ ભોજન કીધાં. લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઊગે શીરાવ્યા.
તથા કર્મતઃ પન્નર-કર્માદાન, ઇંગાલ-કર્મો, વણ-કમ્મે, સાડી-કમ્મે, ભાડીકર્મો, ફોડી-કમ્મે, એ પાંચ કર્મ. દંત-વાણિજ્યે, લક્ષ વાણિજ્યું, રસ વાણિજ્યે, કેસ વાણિજ્યે, વિસ વાણિજ્યું, એ પાંચ વાણિજ્ય, જંતપિલ્લણકર્મો, નિલંછણકમ્મુ, દવગિદાવણયા, સર-દહ-તલાયસોસણયા, અસઈ-પોસણયા, એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પક્ષ૨ કર્માદાન બહુ સાવધ મહારંભ, રાંગણ લીહાલા, કરાવ્યા. ઇંટ નિભાડા પકાવ્યાં. ધાણી, ચણા, પાન્ન કરી વેચ્યાં, વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલીદો કીધો. અંગીઠા કરાવ્યાં. શ્વાન, બિલાડા, સૂડા, સાલહી પોષ્યા. અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખર કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી, લીંપણે ગૂંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા સંધૂક્યા. ઘી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યા. તે માંહિ માખી, કુંતિ, ઉંદર, ગીરોલી પડી, કીડીચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગોપભોગ વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુક્કડં (૭)