________________
૯૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસું કીધું. ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમનવિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિહું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ (૪)
પાંચમે પરિગ્રહપરિમાણવ્રત પાંચ અતિચાર-ધણ ધન્નખિત્તવત્થ. (૫)
ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ઠ, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂચ્છ લગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પત્યું નહીં, પઢવું વિચાર્યું, અલીધું મેલ્યું. નિયમ વિસાર્યા. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૫)
છકે દિક્ષરિમાણ વ્રત પાંચ અતિચાર-ગમણસ્મય પરિમાણે.)
ઊર્ધ્વ દિશિ, અધો દિશિ, તિર્યમ્ દિશિએ જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આવી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષીકાલે ગામતરે કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. છકે દિપરિમાણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ (૬)
સાતમે ભોગપભોગ-વિરમણ વ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર-સચ્ચિત્તે-પડિબદ્ધ. (૭)