________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૭
મંત્રભેદ કીધો. અનેરા કુણહીનો મંત્ર, આલોચ મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો, કૂડી સાખ ભરી, થાપણ મોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા. હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મોડ્યા. મર્મવચન બોલ્યા.
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૨)
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર તેના હડપ્પઓગે. (૩) ઘર, બાહિર, ક્ષેત્રે, ખળે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાપરી, ચોરેલી વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી. વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધાં. કૂડે કાટલે, તોલે, માને, માપે વહોર્યાં, દાણચોરી કીધી. કુણહીને લેખે વરાંસ્યો. સાટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો, પરવંચના કીધી. પાસંગ ફૂડાં કીધાં. દાંડી ચઢાવી. લહકે ત્રષકે કૂડાં કાટલાં માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહીને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી.
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૩)
ચોથે સ્વદારાસંતોષ, પરસ્ત્રીગમન વિરમણવ્રતે પાંચ અતિચાર અપરિગ્દહિયા ઇત્તર .(૪)
અપરિગૃહીતાગમન, ઈત્વરપરિગૃહિતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી કુલાંગના, સ્વદારા-શોક્યતણે વિષે દૃષ્ટિ વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા. આઠમ ચૌદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાગ્યાં. ઘરઘરણાં કીધાં, કરાવ્યાં, વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો.