________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૧
નવમે સામાયિક વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુક્કડં (૯)
દશમે દેશાવગાસિક-વ્રતે પાંચ અતિચાર – આણવણે પેસવણે. (૧૦) આણવણ પ્પઓગે, પેસવણ પ્પઓગે, સદ્દાણુ વાઇ, રૂવાણુ વાઇ, બહિયા પુગ્ગલ પશ્નેવે. નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કાંઈ અણાવ્યું. આપણ કન્હે થકી બાહે૨ કાંઈ મોકલ્યું અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું .
દશમે દેશાવગાશિક વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુક્કડં (૧૦)
અગ્યારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચાર – સંથારુચ્ચારવિહિ અપ્પડિલેહિય દુપ્પડિલેહિય સિજ્જાસંથારએ, અપ્પડિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિ. (૧૧)
પોસહ લીધે સંથારા તણી ભૂમિ ન પૂંજી, બાહિરલા લહુડાં વડાં સ્થંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. માતરું અણપૂંજ્યું હલાવ્યું. અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું, પરઠવતાં ‘અણુજાણહ જસ્સગ્ગહો’ ન કહ્યો, પરઠવ્યા પૂંઠે વાર ત્રણ ‘વોસિરે વોસિરે' ન કહ્યો, પૌષધશાલા માંહિ પેસતાં ‘નિસીહિ’, નીસરતાં ‘આવસહિ' વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અર્, તેઉ, વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારા પોરિસી તણો વિધિ ભણવો વિસાર્યો. પોરિસીમાંહિ ઊંધ્યા, અવિધ સંથારો પાથર્યો. પારણાદિકતણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંઘાં. પડિક્કમણું ન કીધું. પોસહ અસુરો લીધો, સવેરો પાર્યો. પર્વતિથિએ પોસહ લીધો નહીં.
અગ્યારમે પૌષધોપવાસત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૧૧)