________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સંવચ્છરી અતિચાર આલોઉં? ઇચ્છે હે ભગવંત ! સંવત્સરી (વર્ષ)ના અતિચારની આલોચના કરવાં ઇચ્છું છું. આજ્ઞા માન્ય છે.
(આમ કહી સંવછરી અતિચાર કહેવા.)
સંવત્સરી અતિચાર (મોટા અતિચાર) સમ્યક્ત સહિતનાં બાર વ્રતના ૧૨૪ અતિચારોનું વિશેષ સ્વરૂપે વર્ણન નારંમિ દંસણૂમિ અ, ચરસંમિ તવંમિ તહ ય વરિયમ્મિ,
આયરણે આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ (1) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચાર માંહિ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર, જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (1)
તત્ર “જ્ઞાનાચારે' આઠ અતિચારકાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણે,
વંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણ-માયારો (1) જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં, અકાળે ભણ્યો, વિનયહીન, બહુમાનહીન, યોગ ઉપધાનહીન, અનેરા કન્ટેભણી અનેરો ગુરુકહ્યો. દેવ-ગુરુ વાંદણ, પડિક્કમણે, સક્ઝાય કરતાં, ભણતાં, ગણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો, સૂત્ર કૂડું કહ્યું, અર્થ કૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાય, સાધૂતણે ધર્મ કાજો અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે,