________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૩
અણપસે, અસક્ઝાય અણીન્ઝાયમાં શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો, શ્રાવકતણે ધર્મવિરાવલિ, પડિક્કમણા, ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો, કાળવેળાએ કાજો અણઉદ્ધર્યપઢ્યો.
જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, કવલી, નવકારવાલી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થૂક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માંજ્યો, ઓશીસે ધર્યો, કન્ય છતાં આહાર નિહાર કીધો. જ્ઞાનદ્રવ્ય ભક્ષતા ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસતાં ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો, અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણા-તણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાન-તણી અસદુહણા કીધી. કોઈ તોતડો, બોબડો દેખી હસ્યો, વિતર્યો, અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧)
દર્શનાચારે આઠ અતિચાર - નિત્સંકિય નિક્કખિય, નિવિ તિગિચ્છા અમૂઢ દિક્ટ્રિ અ,
ઉવવૂહ થિરી કરણે, વચ્છલ્લ પભાવણે અટ્ટ (૨)
દેવ ગુરુ ધર્મતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંતનિશ્ચયનકીધો. ધર્મ સંબંધીયા ફલ તણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર દેખી દુર્ગછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢતૃષ્ટિપણે કીધું તથા સંઘમાંહે ગુણવંત-તણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી. અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય,જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિખાણ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધર્મિકસાથે