________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૧
આ સૂત્ર લઘુ ગુરૂવંદન સૂત્ર કહેવાય છે. આ જગતમાં ગુરૂ મહારાજ સિવાય તીર્થકર ભગવંતોને તેમજ તેમના ધર્મને તથા શાસ્ત્રોને ઓળખાવનાર બીજું કોઈ સાધન નથી જ. માટે તે ઉપકારના બદલામાં તેમની સારસંભાળ અને બહુમાનના પ્રશ્નો પુછી તેમની અગવડો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(આ સૂત્ર ગુરૂ ક્ષમાપના રૂપ હોવાથી ચરવળાએ ઉભા થઈ જવું જોઈએ.)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી આલોઉં? ઇચ્છ, આલોએમિ. જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ,
માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકથ્થો, અકરણિજો દુઝાઓ, દુવિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણે,
ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણું, તિર્ણ ગુણવ્યાણં, ચહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ ધમ્મ,
જં ખંડિએ, જં વિરાહિઅં,
તસ્સ મિચ્છામિ દુક્કડ. હું ઇચ્છું છું કે - હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં. કારણકે મેં સંવત્સરી (વર્ષ) સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સુત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાધ્યું હોય, તે સંબંધી માર્દુષ્કૃત્યમિથ્યા થાઓ.