________________
૯૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ગુરુની સમક્ષ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા સ્વરૂપ સૂત્ર
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંબુદ્ધા, ખામણેણં અભુઢિઓમિ અભિતર
સંવર્ચ્યુરીએ ખામેઉં? “ઇચ્છે'
ખામેમિ સંવચ્છરીએ.
(ચરવળા કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપી) બારમાસાણું, ચોવીસ પખાણું,
ત્રણસો સાઠ રાઈદિવસાણં, જંકિંચિ અપત્તિએ પરંપત્તિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે,
અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ મઝ વિણયપરિહાણે સહુમ વા બાયર વા તુમ્ભ જાણહ
અહં ન જાણામિ
તસ્સ મિચ્છા મિ દુક્કડ. હે ભગવન ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, સંવત્સરી (વર્ષ)ના અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે.) આજ્ઞા પ્રમાણ છે. સંવત્સરી દિવસના અપરાધને ખમાવું છું. જે કોઈ ભોજનને વિષે, પાણીને વિષે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, એકવાર બોલવાથી, વારંવાર બોલવાથી, ગુરૂથી ઉંચે આસન બેસવાથી, ગુરૂની સમાન આસને બેસવાથી, ગુરૂ બોલતા હોય ત્યારે વચ્ચે બોલવાથી, ગુરૂએ કહેલી વાત ને વધારીને કહેવાથી, અપ્રીતિ ભાવ કે વિશેષ અપ્રીતિ ભાવ ઉપજાવ્યો હોય એવી રીતે જે કાંઈ પણ નાનું કે મોટું, મારાથી વિનય રહિતપણું થયું હોય, જે તમે જાણો છો, હું જાણતો નથી તે મારું દુષ્કૃત્ય (અપરાધ) મિથ્યા થાઓ.