________________
૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વ્રતના અતિચારો છે. (તેમાં) દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર) ઈત્તો અણુવ્રએ પંચમમ્મિ, આયરિય મપૂસસ્થમિ,
પરિમાણ પરિચ્છેએ, ઈત્ય પમાય પ્રસંગેણં. (૧૭) ધણ, ધન્ન, ખિત્ત, વન્યુ, રૂપ્પ, સુવન્ને અ કુવિઅ-પરિમાણે,
દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે દેસિઅં સળં. (૧૮) એ પછી પાંચમાં અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય ૨- ખેતર-ઘર વગેરે ૩રૂપુ-સોનું ૪- તાંબુ-કાંસું જેવી હલકી ધાતુઓના પરિમાણ અને રાચરચીલું અને ૫) બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ધોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા અણુવ્રત સંબંધી દિવસ દરમ્યાન લાગ્યા હોય, તે સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૭,૧૮)
(જવા આવવાના નિયમોના અતિચાર) ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઠું અહે અ તિરિએ ચ,
વૃદ્ધિ સઈ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિંદે. (૧૯) ૧- ઉપરની ૨- નીચેની અને ૩- તિર્થી દિશામાં જવાના પરિમાણથી) અધિક જવાથી, એક દિશામાંથી બીજી દિશામાં), ૪- વધારવાથી અને પ(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત (
દિપરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હુંનિંદા કરું છું. (૧૯)
(ભોગ ઉપભોગના અતિચાર) મર્જામિ અ, મંસંમિ અ, પુ અ ફલે અ ગંધ મલે અ, વિભાગ પરિભોગે, બીયમ્મિ ગુણવ્વએ નિદે. (૨)