________________
SS
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ,
તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ અતિ, સોળમે પરપરિવાદ,
સત્તરમે માયા મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય. એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે કે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
૧- જીવ હિંસા કરવી- તે પ્રાણાતિપાત; ૨- અસત્ય વચન બોલવું- તે મૃષાવાદ; ૩- ચોરી કરવી- તે અદત્તાદાન; ૪- કામ-વિષય સેવન- તે મૈથુન; પ-ધન-ધાન્ય આદિની મમતા- તે પરિગ્રહ; 5- ગુસ્સો કરવો- તે ક્રોધ; ૭- અહંકા૨ ક૨વો- તે માન; ૮-કપટ-પ્રંપચ કરવું- તે માયા; ૯-સંગ્રહવૃત્તિ-અસંતોષ- તે લોભ; ૧૦- (પ્રીતિ) મોહ રાખવો- તે રાગ; ૧૧- અરૂચિ (તિરસ્કાર) રાખવી- તે દ્વેષ; ૧૨- કજીયો ક૨વો- તે કલહ; ૧૩- ખોટું આળ દેવું- તે અભ્યાખ્યાન; ૧૪- ચાડી ખાવી- તે પૈશુન્ય; ૧૫- સુખ આવે ત્યારે હર્ષ કરવો- તે રતિ; દુઃખ આવે ત્યારે શોક કરવોતે અરતિ; ૧૬- પારકી નિંદા કરવી- તે પરપરિવાદ; ૧૭- કપટ પૂર્વક જુઠ્ઠું બોલવું- તે માયા-મૃષાવાદ અને ૧૮- દેવ-ગુરૂ અને ધર્મ ઉપર અશ્રદ્ધારૂપ ડખલ- તે મિથ્યાત્વ-શલ્ય કહેવાય છે.
આ અઢાર પાપસ્થાનકમાંથી મારા જીવે જે કોઈ પાપ સેવ્યુ હોય, બીજા પાસે સેવરાવ્યુ હોય અને સેવનારની પ્રશંસા (અનુમોદના-તારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના - (કરણ-કરાવણ-અનુમોદનરૂપ) પાપ ખરેખર મનથી, વચનથી કે કાયાથી આચર્યાહોય તેસર્વમારા પાપમિથ્યા થાઓ. (નિષ્ફળથાઓ.)
જેનું સેવન કરવાથી અથવા જે ભાવોમાં રહેવાથી પાપો બંધાય, તે પાપસ્થાનક છે. તેવા અઢાર પાપ સ્થાનકોની સંખ્યા આ સૂત્રમાં બતાવવામાં આવી છે. આ પાપસ્થાનકો ધર્મ અને નીતિના સાર –નિચોડરૂપ છે.