________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
cu
રસનો અનુભવ કરી શકે, તેવા જીવરૂપ) બેઈન્દ્રિય જીવો -(શંખ, કોડી, અળસીયા વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ, રસ અને ગંધનું સંવેદના કરવા સમર્થ એવા જીવરૂપ) તેઈન્દ્રય જીવો -(કીડી, મંકોડા, છાણના કીડા, ઘનેરા, કંથુઆ, ઇયળ વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ, રસ, ગંધ અને રૂપનું જ સંવેદન કરવા સમર્થ એવા જીવરૂપ) ચઉરિંદ્રિય જીવો, - (વીંછી, ભમરો, તીડ, માખી, ડાંસ, મચ્છર વગેરે), ચાર લાખ પ્રકારના દેવતાઓ –(વૈમાનિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવતાઓ), ચાર લાખ પ્રકારના નારકીઓ, ચાર લાખ પ્રકારના (સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને વાચારૂપ પાંચેય - ઈન્દ્રિયનું સંવેદન કરવા સમર્થ પશુઓ રૂ૫) તિર્યંચ પંચેન્દ્રિય જીવો (સર્પ, પંખી, માછલી, હાથી, ઘોડા, કુતરા વગેરે), ચૌદ લાખ પ્રકારના મનુષ્યો એ પ્રમાણે ૭+++ ૭ ૧૦+ ૧૪+ ૨ + ૨ + ૨+૪+૪+૪+ ૧૪ = ૮૪ લાખ પ્રકારની જીવોની યોનિ (ઉત્પત્તિ સ્થાન) હોય છે. તેમાંથી મારા જીવે (થી) જે કોઈ જીવને હણ્યો હોય, બીજા પાસે હણાવ્યો હોય અને હણનારની અનુમોદના (પ્રશંસા-તારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના (કરણ-કરાવણ-અનુમોદનરૂપ) ખરેખર મન, વચન અને કાયાથી પાપ કર્યું હોય તો તે મારું પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ).
૮૪ લાખ ‘જીવાયોનિમાં ઉત્પન્ન થતા વિશ્વના સમસ્ત જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવો ઘટે, છતાં કોઈ પણ કારણસર તેમાંના કોઈપણ જીવની કોઈપણ પ્રકારે હિંસા કરી હોય, કરાવી હોય કે તે પ્રત્યે અનુમતિ દાખવી હોય તો તે માટે મિથ્યા દુષ્કૃત દેવું એ આ સમગ્ર સૂત્રનો સાર છે.
અઢાર પા૫ સ્થાનક
(હાથ જોડીને) સઘળાંય પાપસ્થાનકોની ગુરૂ સમક્ષ નિવેદના કરી મિથ્યા દુષ્કૃત કહેવું. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન,
ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છદ્દે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ,