________________
S૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સાત લાખ
(હાથ જોડીને)
સમસ્ત જીવરાશિ પ્રતિ થયેલા હિંસા દોષ સ્વરૂપ પ્રથમ પાપ સ્થાનકની વિસ્તારથી આલોચના
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય,
સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય,
ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિદ્રિય,
ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી,
ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવાયોનિમાંહિ, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય,
હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. સાત લાખ પ્રકારના (પૃથ્વીરૂપ-જીવ) પૃથ્વીકાયના જીવો -(માટી, ઢેફું, પથ્થર વગેરે), સાત લાખ પ્રકારના પાણીરૂપ-જીવ) અકાયના જીવો(પાણી, ઝાકળ, બરફ, ધુમ્મસ વગેરે), સાત લાખ પ્રકારના (અગ્નિરૂપજીવ) અગ્નિકાયના જીવો -(લાઈટ, બલ્બ, બેટરી, મશાલ વગેરે), સાત લાખ પ્રકારના (પવનરૂપ-જીવ) વાયુકાય જીવો -(હવા, વાયરો, પવન, વંટોળ વગેરે), દશ લાખ પ્રકારના એક શરીરમાં એક જીવ રૂપ પ્રત્યેક વનસ્પતિકાયના જીવો –(ફળ, ફૂલ, બી, પાંદડું, છાલ વગેરે), ચૌદ લાખ પ્રકારના (એક શરીરમાં-અનંત જીવો રૂપ) સાધારણ વનસ્પતિ-કાયના જીવો -(કંદમૂળ, નીલ, નિગોદ વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ અને