________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૬૩
દરેક પાપોનું કથન જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અપ્પો, અકરણિજો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો,
અણિચ્છિાળ્યો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, અહિં
કસાયાણં, પંચહમણુવ્રયાણું, તિહં ગુણવ્રયાણં, ચહિં સિફખાવ્વાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ,
જં ખંડિએ, જં વિરાહિઅં,
તસ્સ મિચ્છા મિ દુક્કડ. હું ઇચ્છું છું કે - હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં. કારણકે મેં દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સુત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાધ્યું હોય, તે સંબંધી મારુદુષ્કૃત્ય મિથ્યા થાઓ.
આ સુત્રનું બીજું નામ ‘અતિચાર આલોચના સૂત્ર” પણ છે. જે કારણોથી કે કષાયોના ઉદયથી થયેલા સર્વ અતિચારો માટે સાધકે અત્યંત દિલગીર થવાનું છે અને ફરી તેવું ન કરવાના ભાવ સાથે ‘તસ્સ મિચ્છા મિ દુક્કડ' તે શબ્દો બોલવાના છે. આ સૂત્રમાં પાંચ આચારોના અતિચારોના આલોચન તથા પ્રતિક્રમણમાં મિચ્છા મિ દુક્કડં દઈ વિશેષ શુદ્ધિરૂપ સામાયિક માટે કાયોત્સર્ગ કરવાનો છે.