________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૭ સંક્ષિપ્ત પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર સવ્યસ્સ વિ, દેવસિઅ, દુિિતએ, દુષ્માસિઅ, દુચ્ચિટ્રિઅ,
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છ,
તસ્સ મિચ્છા મિ દુક્કડ. (૧)
સર્વેય દિવસ સંબધીના સાવદ્ય વિચારો, સાવદ્ય ભાષા અને સાવદ્ય કાયચેષ્ટા, એ સંબંધી માર્દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
અહિં સર્વે એટલે ફક્ત કાયા નહીં, પણ મન, વચન, કાયારૂપી ત્રિકરણ દોષોનું મિચ્છામિ દુક્કડ. આ સૂત્ર સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત દેવસિઅ પ્રતિક્રમણરૂપે છે. સવ્વસવિકસવ્ય (દેવસિઅદુચિતિય, દુમ્ભાસિએ, દુચ્ચિઠ્ઠિઅ) સવિ. સાવદ્ય પાપો ઉપર ઉપરથી ધ્યાનમાં નહીં લઈને, પણ સર્વેય લેવા. વળી સવ્વ એટલે મન, વચન અને કાયાસર્વેના સાવદ્ય પાપોનું મિચ્છામિદુક્કડ
(પછી જમણો ઢીંચણ ઉંચો કરીને નીચે પ્રમાણે કહેવું.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
“સવસ વિ દેવસિઅ” સુત્રને બીજસૂત્ર શા માટે કહેવાય છે? ઉત્તર : આખા પ્રતિક્રમણની સંક્ષિપ્ત વિગત આ સૂત્રમાં જ છે, પ્રતિક્રમણમાં આ સર્વે ક્રિયા જ વિસ્તારથી કરવાની છે. માટે આ સુત્રને બીજ સ્વરૂપ જાણવું. પછી ઊભા થઈને પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિને માટે કરેમિભંતે અને ઇચ્છામિઠામિ (શ્રાવક શ્રાવિકા ગુરૂનિશ્રામાં પ્રતિક્રમણ કરતા હોય ત્યારે ‘કરેમિભંતે’, ‘ઈચ્છામિ ઠામિ' દરેક સ્થળે પોતાના અલગ ધારી લેવા જોઈએ. પ્રતિક્રમણના સૂત્રો પણ ભણાવનારની સાથે પોતે મનમાં ધારવાના છે) વગેરે સૂત્રો કહી કાયોત્સર્ગ કરવો.