________________
પ૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
- ૫૧ (પહેલું આવશ્યક સામાયિક)
સામાયિક મહાસૂત્ર કરેમિ ભંતે ! સમાઇએ, સાવજ્જ જોગં પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિમામિ, નિંદામિ, ગરિયામિ, અધ્ધાણં વોસિરામિ. (1) હે ભગવંત ! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચકખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
શ્રાવકના બાર વ્રતો સંબંધી લાગેલા અતિચારની ક્ષમાયાચના
ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે, દેવસિઓ અઈયારો કઓ કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમગ્ગો અપ્પો, અકરણિજ્જો, દુગ્ગાઓ, દુધ્વિચિંતિઓ, અણયારો, અણિચ્છિઅવો, અસાવગ પાઉગ્યો, નાણે, દંસણ, ચરિત્તા ચરિત્તે, સુએ,
સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહ મણુવ્રયાણું, તિરહું ગુણવયાણું, ચહિં સિખાવયાણું, બારસ વિહસ્સ સાવગ ધમ્મક્સ, જે ખંડિએ જં વિરાહિઅં,
તસ્સ મિચ્છા મિ દુક્કડં. (1)