________________
પ0
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અતિશય ઉપયોગી, ખૂબ જ ઓછા શબ્દોમાં અગાધ પાપોની આલોચના
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
દેવસિઅ પડિક્કમણે ઠાઉં? ઈચ્છે (૧) હે ભગવંત, આપ આજ્ઞા આપો, દિવસ સંબંધી પાપોથી પાછો ફરું? આજ્ઞા માન્ય છે. (૨)
(જમણો હાથ ચરવળા અથવા કટાસણા પર સ્થાપીને)
(પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર)
ત્રિકરણની દુષ્ટ પ્રવૃત્તિના દોષોની માફી સબ્યસ્સ વિ, દેવસિઅ, દુઐિતિએ, દુમ્ભાસિએ, દુચ્ચિઢિા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
ઇચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં. (1)
આપ સ્વેચ્છાએ મને અનુમતિ આપો કે સર્વદિવસ સંબંધિત આર્ત -રૌદ્ર ધ્યાન સ્વરૂપ દુષ્ટ ચિંતવનથી, અસત્ય-કઠોર વચન સ્વરૂપ દુષ્ટ ભાષણથી અને ન કરવા યોગ્ય ક્રિયા સ્વરૂપદુષ્ટચેષ્ટા રૂપ પાપથી પાછો ફરું? (ગુરુભગવંત કહે - ભલે! પાપથી પાછા ફરો) (ત્યારે શિષ્ય કહે-) આપની આજ્ઞા પ્રમાણ છે. હું તે સઘળાયદુષ્કૃત્યથી પાછો ફરું છું અને તેથી મારા દુષ્કૃત્યમિથ્યા થાઓ. (૧)
ચાર ખમાસમણમાં “ભગવાન€” આદિનો અર્થ શું છે? ઉત્તર : “ભગવાનë” માં “હં' એ આર્ષનો ષષ્ઠીનો પ્રત્યય છે. એટલે ભગવાનને વંદન કરું છું. અહીં ભગવાન એટલે જેની નિશ્રામાં પ્રતિક્રમણ કરીએ છીએ તે આચાર્યાદિ અને “આચાર્યહં” પદથી સર્વ આચાર્યો ગ્રહણ કરવા ઈત્યાદિ. દેવ ગુરૂને વંદન કરીને હવે અતિચાર રૂપી ભારથી ભરેલો હોય તેમ કાયા નમાવી માથું જમીનને અડાડીને હાથ સ્થાપી સંપૂર્ણ પ્રતિક્રમણના બીજ સ્વરૂપ સકલ અતિચારનું બીજક “સવસ્સવિ દેવસિઅ” સૂત્ર બોલવું, તે સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. સર્વેદિવસ સંબંધી અતિચાર દુચિંતિત એટલે દ્વેષાદિ વડે દુષ્ટાદિ ભાષા બોલવાથી થયા હોય તે, દુશેષ્ટિત-એટલે ઉપયોગ રહિત હાલવા ચાલવા આદિકાર્યો કામવાસનાદિકકાર્યની દુષ્ટચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવાથી થયા હોય તેમિથ્યા થાઓ.