________________
૫૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હું કાયોત્સર્ગમાં રહેવાને ઈચ્છું છું.
જે મેં દિવસ સંબંધી મનથી, વચનથી અને કાયાથી (અતિચાર કર્યા હોય). શાસ્ત્ર વિરૂદ્ધ, સન્માર્ગ વિરૂદ્ધ, આચાર વિરૂદ્ધ(હોય), ન કરવા યોગ્ય (હોય), આર્ત્તરૌદ્રધ્યાન સ્વરૂપ દુર્ધ્યાનરૂપ, અશુભ ચિંતવનરૂપ, વ્રતાદિના ભંગ કરવા સ્વરૂપ અનાચારરૂપ, (જે) ઈચ્છવા યોગ્ય ન હોય (અને) શ્રાવકને ઉચિત ન હોય તેવું અયોગ્ય કરવાથી (તેવો અતિચાર લાગવાથી) જ્ઞાન ને વિષે, દર્શન ને વિષે, દેશવિરતિ (રૂપ શ્રાવકધર્મ) ને વિષે, સિદ્ધાંતને વિષે, સામાયિકને વિષે અને ત્રણ ગુપ્તિ સંબંધી, ચાર કષાય (ના ત્યાગ) સંબંધી (તેમજ) પાંચ અણુવ્રત સંબંધી, ત્રણ ગુણવ્રત સંબંધી (અને) ચાર શિક્ષાવ્રત સંબંધી, (એ) બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે દેશ થકી ભાંગવા સ્વરૂપ ખંડિત કર્યું હોય અને જે સર્વ થકી વિરાધના કરવા સ્વરૂપ વિરાધ્યું હોય, તે મારાં પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ) (દેશ = કાંઈક અંશે, સર્વ=સર્વથા)
આ સૂત્ર પ્રતિક્રમણ પ્રાયશ્ચિત સ્વરૂપનું સૂત્ર છે. પરંતુ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત સ્વરૂપે, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવું હોય તો તેની પૂર્વે આ સૂત્ર આવે છે. અહિં કાઉસ્સગ્ગમાં સ્થિર થવાને મિચ્છામિ દુક્કડં દેવું.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી
તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં,
પાવાણું કમ્ભાણું, નિગ્ધાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્યું. (૧) (જેવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ=કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ=કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહેછે, તે શ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરુંછું. (૧)