________________
८२
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના
સ્પષ્ટીકરણ નીચે મુજબ છે :
(અ) શુભરાગમાં ઉપાદેય બુદ્ધિ:- તે અશુભરાગને હેય જાણી છોડે છે અને શુભરાગને ઉપાદેય માની તેની વૃદ્ધિનો ઉપાય કરે છે. શુભરાગ પણ કષાય છે, તેથી તેણે કષાયને ઉપાદેય માની, માટે તેને કષાય કરવાનું જ શ્રદ્ધાન રહ્યું. અશુભ નિમિત્ત પર દ્વેષ કરવાનો તથા શુભ નિમિત્તો પર રાગ કરવાનો અભિપ્રાય રહ્યો; પરદ્રવ્યોમાં સામ્યભાવરૂપ અભિપ્રાય ન રહ્યો. .
(બ) ઉપસર્ગ-પરીષહ સહન કરવામાં ભય અને લોભ - ઉપસર્ગ અને પરીષહ સહન કરવામાં તથા તપ કરવામાં દુ:ખનું વેદન કરે છે; પરંતુ દુ:ખનું વેદન કરવું પણ કષાય છે. તે કષાયના અભિપ્રાયરૂપ વિચારથી દુ:ખ સહન કરે છે. તે વિચાર નીચે મુજબ હોય છે :
‘.. હે જીવ! તેં નરકાદિ ગતિમાં પરાધીનતાથી બહુ દુ:ખો સહન કર્યા, આ પરીષહાદિકના દુ:ખો તો ઘણા થોડા છે. તેમને સ્વાધીન થઇ સહન કરવાથી સ્વર્ગ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. જો આ દુ:ખ નહીં સહન કરે અને વિષય સુખનું સેવન કરીશ તો તને નરકાદિકની પ્રાપ્તિ થશે, ત્યાં ઘણું દુ:ખા થશે.'
ઉપરના વિચારોથી સ્પષ્ટ છે કે તે પરીષહો ને દુ:ખદાયક માને છે. માત્ર નરકાદિકના ભય તથા સ્વર્ગ-સુખના લોભથી તેમને સહન કરે છે. આ ભય અને લોભ પણ કષાયો જ છે.
ઉપર જણાવેલ વિચારોની સાથે સાથે નીચેના વિચારો પણ હોય છે :
...... મેંપૂર્વે જે કર્મો બાંધ્યા હતા, તે ભોગવ્યા વિના નહીં છુટી શકે; માટે મારે તેમનું જ ફળ ભોગવવું પડે છે. જુઓ! કર્મો એ તો આદિનાથ અને પાર્શ્વનાથ જેવા તીર્થંકરોને પણ છોડડ્યા નથી. તેઓને પણ કર્મોના ફળ ભોગવવા જ પડ્યા. માટે મારે પણ સમતાપૂર્વક કર્મોના ફળો ભોગવી લેવા જોઇએ.