________________
અધ્યાય-:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં દિ,૫.અને અ.
૭૯
વિષયાનુરાગથી ઇન્દ્રિયજનિત સુખ ભોગવે છે તેને પણ દુ:ખ જાણી નિરાકુળ સુખ અવસ્થાને ઓળખીને જે મોક્ષને ચાહે છે તે જ સમ્યગ્દષ્ટિ જાણવો.
વળી વિષયસુખાદિના ફળ નરકાદિક છે, શરીર અશુચિમય અને નાશવાન છે, પોષણ કરવા યોગ્ય નથી તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે, ઇત્યાદિ પરદ્રવ્યોનો દોષ વિચારી તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિકનું ફળ સ્વર્ગ-મોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર અવિનાશી ફળના આપનાર છે, એ વડે શરીર શોષવા યોગ્ય છે તથા દેવ-ગુરૂ-શાસ્ત્રાદિ હિતકારી છે. ઇત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેનેજ અંગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઇ પરદ્રવ્યોને બૂરાં જાણી અનિષ્ટરૂપે શ્રદ્ધાન કરે છે તથા કોઇ પરદ્રવ્યોને ભલાં જાણી ઈષ્ટરૂપે શ્રદ્ધાન કરે છે; હવે પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યા છે.
વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે કોઇને બૂરાં જાણવાં તેનું નામ જ દ્વેષ છે”
ઉક્ત ગદ્દાંશમાં મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી મુનિ તથા સમ્યગ્દષ્ટિ ઇન્દ્ર અહમિન્દ્રની ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનું તુલનાત્મકવિવેચન કરવામાં આવ્યું છે, જેમાં એ બન્નેનાં અભિપ્રાયનો ફરક સ્પષ્ટ દેખાઈ આવે છે. તે બન્નેમાં એક ક્રિયા અને પરિણામોથી મહાવ્રતી હોવા છતાં પણ વિપરીત અભિપ્રાય સહિત છે અને બીજો ક્રિયા અને પરિણામોથી અવતી હોવા છતાં પણ યથાર્થ અભિપ્રાયવાળો છે.
- ઇન્દ્ર અથવા ચક્રવર્તી વગેરે જ્ઞાની જીવોને અવ્રતની ભૂમિકામાં પ્રચુર ભોગોની ક્રિયા અને પરિણામ હોવા છતાં અભિપ્રાયમાં સુખ બુદ્ધિ નથી, માટે તેઓ મોક્ષમાર્ગી છે. આ અભિપ્રાયની મુખ્યતાથી જ જ્ઞાનીના ભોગોને પણ નિર્કરાનું કારણ કહેવામાં આવે છે. ‘ભરતજી ઘરમેં વેરાગી' જેવી કહેવતો પણ પ્રસિદ્ધ છે. કવિવર દૌલતરામજી વિરચિત ભજન ‘ચિમૂરત દગધારિના કી મોહે રીતિ લગત હૈ અટાપટી” - પણ જ્ઞાનીઓના નિર્મળ અભિપ્રાયનું ચિત્રણ કરે છે.