________________
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
મળ્યું નથી. આ પંક્તિઓમાં અજ્ઞાનની નિંદા કરવામાં આવી છે અને અજ્ઞાન સહિત મુનિપદ ને વ્યર્થ બતાવાયું છે. જૈન-શાસનમાં તો શાશ્વત વસ્તુવ્યવસ્થા બતાવાઇ છે કે મુનિ થયા વિના મુક્તિની સાધના પૂર્ણ થતી નથી.
७८
જો આપણે સાચા આત્માર્થી છીએ તો આપણે જિનાગમમાં બતાવવામાં આવેલા પ્રત્યેક દોષને આપણા ઉપર ઘટિત કરવો જોઇએ. બીજાઓના દોષ જોવા ન જોઇએ. બીજાઓના દોષ જોવાની દૂષિત વૃત્તિને કારણે જ આપણે અનંતવાર સમવસરણમાં જઇને પણ કોરાને કોરા પાછા આવ્યા છીએ. માટે ‘મેરી ભાવના’ માં કવિએ એજ ભાવના ભાઇ છે.
ન
‘ગુણ ગ્રહણ કા ભાવ રહે નિત, દૃષ્ટિ ન દોષો પર જાવે’
પ્રશ્ન :- જો દ્રવ્યલિંગીની ચર્ચા કરવાથી લોકોને મુનિ-નિંદાનો ભ્રમ થાય છૈ, તો આપ દ્રવ્યલિંગીની ચર્ચા કેમ કરો છો, કોઇ બીજો દાખલો (ઉદાહરણ) આપીને પણ પોતાની વાત કરી શકો છો ?
ઉત્તર :- ભાઇ ! એ વાત તો પહેલાં જ સ્પષ્ટ કરી છે કે દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ મુનિના સંદર્ભમાં જ અભિપ્રાયની ભૂલ સ્પષ્ટ થઇ શકે છે, કારણ તેની ક્રિયા અને પરિણામ મહાવ્રતાદિરૂપ છે, તો પણ તેને મોક્ષમાર્ગ નથી પ્રાપ્ત થતો. માટે અભિપ્રાયની ભૂલનું વિશ્લેષણ આવશ્યક બની જાય છે. જે લોકો વિષય-ભોગની ક્રિયાઓ અને પરિણામોમાં જ ગુંથાએલા છે, તેમની તો સ્થૂળ ભૂલો જ દેખાઇ રહી છે. તેમની ક્રિયા અને પરિણામના પડદા જ મેલા છે. જેમની ક્રિયા અને પરિણામના પડદા પારદર્શી છે તેમનો જ અભિપ્રાયવાળો પડદો દેખાશે. આ જ કારણ છે કે અભિપ્રાયની ભૂલ સમજવા દ્રવ્યલિંગી મુનિની ચર્ચા કરવામાં આવે છે.
ઉપરોક્ત દ્રવ્યલિંગીના અભિપ્રાયની સૂક્ષ્મ વિપરીતતાનો સંકેત કરવા પંડિત ટોડરમલજી પાના ૨૫૪ પર લખે છે :
‘પ્રથમ તો સંસારમાં નરકાદિના દુ:ખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મ-મરણાદિના દુ:ખ જાણી સંસારથી ઉદાસ થઇ તે મોક્ષને ઇચ્છે છે. હવે એ દુ:ખોને તો બધાય દુ:ખ જાણે છે. ઇન્દ્ર-અહમિન્દ્રાદિક