________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ., ૫. અને અ.
૭૭
જ કહેવાશે. માટે ઉપરના ગુણસ્થાનથી નીચે આવ્યા બાદ આવી સ્થિતિ થવી સહજ સંભવ છે.૧
અહીં આપણે અભિપ્રાયની ભૂલ સમજવી છે, માટે પ્રથમ ગુણસ્થાનવર્તી અર્થાત્ દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિ મુનિની ચર્ચા કરવામાં આવશે. વર્તમાન વાતાવરણ કાંઇ એવું વિચિત્ર છે કે દ્રવ્યલિંગીનું નામ લેતા. જ લોકોને એવો ભ્રમ થઇ જાય છે કે મુનિ-નિંદા કરાય છે; જયારે કે અમારો ઉદ્દેશ આગમના આધાર પર અભિપ્રાયની ભૂલનું તાત્ત્વિક વિશ્લેષણ કરવાનો જ છે. મુનિની નિંદા કરવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી; કારણ ચરણાનુયોગમાં બાહ્યક્રિયાની મુખ્યતા હોવાથી ભાવલિંગ રહિત દ્રવ્યલિંગ પણ વંદનીય કહેવામાં આવ્યું છે. તે મોક્ષમાર્ગી છે કે નહીં તે દ્રવ્યાનુયોગનું પ્રકરણ છે, ચરણાનુયોગનું નથી. આપણી મનોવૃત્તિ પણ કંઇક એવી થઇ ગઇ છે કે શાસ્ત્રોમાં જયાં પણ દ્રવ્યલિંગીની ચર્ચા આવે છે, આપણું ધ્યાન બીજાઓ તરફ જ જાય છે. જયારે આપણે છ:ઢાળામાં નીચેની પંકિતઓ વાંચીએ છીએ :
મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપાયો પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો |
ત્યારે આપણને એવું લાગે છે કે આ તો બીજાઓની વાત છે, આપણે તો બહું સમજુ છીએ, માટે આપણે મુનિ ન બન્યા, જયારે કે આપણી આ ધારણા ચોખી આગમ-વિરૂદ્ધ અને આત્મહિતમાં બાધક છે.
જરા વિચાર તો કરો કે ઉપરની પંક્તિઓમાં મુનિ-નિંદા કે મુનિ હોવાનો નિષેધ છે કે આત્મજ્ઞાન ન થવાની આલોચના કરવામાં આવી છે. ખરૂ જોતાં આપણે તે પંકિતઓમાં બીજાઓનો વર્તમાન જોવાને બદલે આપણો ભૂતકાળ જોવો જોઈએ. પાછલા અનંત ભવોમાં અનંતવાર આત્મજ્ઞાન વગર મુનિવ્રત ધારણ કરીને પણ આપણને લેશમાત્ર પણ સુખ ૧ “આગમ દર્શન ઘરિયાબાદ થી ૧૯૯૬ માં પ્રકાશિત ત્થા નીરજ જૈન સતના દ્વારા સમ્પાદિત મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૧૭૯-૧૮૦ પર ત્રિલોકસાર ધવલા વગેરેના આધારે પહેલાથી પાંચમાં ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગીનું વર્ણન કરવામાં આવ્યું છે.