________________
૭૬
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
તરફ સંકેત કરતા પંડિત ટોડરમલજીએ પાના ૨૫૪ પર લખ્યું છે :
“..... એટલા માટે દ્રવ્યલિંગીને ધૂળ અન્યથાપણું તો છે નહીં, પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દષ્ટિને ભાસે છે.'
પ્રશ્ન :- જયારે દ્રવ્યલિંગીના અભિપ્રાયનું સૂક્ષ્મ અન્યથાપણું સમ્યગ્દષ્ટિને ભાસિત થાય છે તો આપ તેના અભિપ્રાયની ભૂલોનું વિશ્લેષણ શી રીતે કરી શકો છો?
ઉત્તર:- ભાઈઅમે કોઇ વ્યક્તિને વિષે કહીએ કે આ દ્રવ્યલિંગી છે, અને તેના અભિપ્રાયમાં આ ભૂલ છે તો આપનું કહેવું સાવ સાચું છે; પરંતુ અમે તો પંડિત ટોડરમલજીના કથનાનુસાર સામાન્ય દ્રવ્યલિંગીનું વિવેચન કરીએ છીએ. તેઓએ પણ જિનવાણીના આધાર પર લખ્યું છે. જો આપને તેના પર પ્રશ્નચિહ્ન મુકવાનું યોગ્ય લાગે તો તે આપના વિવેક પર નિર્ભર છે.
અભિપ્રાયની ભૂલ નીકળી ગયા બાદ અર્થાત્ સમ્યગ્દર્શન થયા બાદ પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી પણ મંદકષાયને નિમિત્તે અણુવ્રત કે મહાવ્રતરૂપ આચરણ પણ થાય છે. આવા જીવો ચતુર્થ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી શ્રાવક કે મુનિ અથવા પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિ કહેવાય છે. જેમના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન કષાયો. નષ્ટ થઈ જાય છે, તેમનામાં ભાવલિંગ અને દ્રવ્યલિંગ બન્ને હોય છે.
પ્રશ્ન - ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિને પોતાના પરિણામોની શુદ્ધિ અને રાગાંશનો ખ્યાલ તો રહે છે, છતાં તે છઠ્ઠા-સાતમા ગુણસ્થાના યોગ્ય પરિણામ ન હોવા છતાં પણ એવી ક્રિયા કઇ રીતે કરી શકે છે?
ઉત્તર:- કદાચ મંદકષાયમાં એવું સંભવી શકે છે. પૂજય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં અનેકવાર ચતુર્થ અને પંચમ ગુણસ્થાનવર્તીદ્રવ્યલિંગીની ચર્ચા આવે છે.
જો કોઇ જીવ અગીયારમા આદિગુણસ્થાનેથી ઉતરી પાંચમા કે ચોથા ગુણસ્થાનમાં આવી જાય તો તે પંચમ કે ચતુર્થ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી