________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં દિ, ૫. અને અ.
૭૫
અભિપ્રાય (ભાવ) નથી. સ્વર્ગાદિકના ભોગોની ઇચ્છા પણ નથી.
અભિપ્રાય :- તેમને ધર્મ જાણી મોક્ષ માટે તેમનું સાધન કરે છે, પોતે તો જાણે છે કે હું મોક્ષનું સાધન કરૂં છું પરંતુ જે મોક્ષનું સાધન છે તેને જાણતાં પણ નથી.
અહીં એક વિશેષ છે કે અહીં વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિદ્રવ્યલિંગી મુનિની વાત છે. ચતુર્થ અને પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગીઓની વાત નથી. દ્રવ્યલિંગી અને મિથ્યાદષ્ટિ પર્યાયવાચી નથી. તેમાં ઘણો ફરક છે. દ્રવ્યલિંગ તો જીવની અણુવ્રત-મહાવ્રતાદિરૂપ બાહ્ય-ક્રિયા છે, જે વ્યવહાર ચારિત્ર હોવાથી વ્યવહારથી પૂજય છે અને મિથ્યાત્વ તો જીવની વિપરીતા માન્યતા હોવાથી નિંદ્ય છે, ત્યાજય છે. માટે દ્રવ્યલિંગી અર્થાત્ મિથ્યાદષ્ટિ’ - એ ભ્રાંતી રાખવી ન જોઇએ. અહીં દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી પણ જે પ્રથમ ગુણસ્થાનવર્તી છે, તેમના વિપરીત અભિપ્રાયની સમીક્ષા કરવામાં આવી રહી છે. મંદ-કષાય થયા બાદ અણુવ્રત-મહાવ્રતાદિના પરિણામ અને તાનુકૂળ આચરણ પણ થાય છે.
વાસ્તવમાં જોવા જઇએ તો ઉપરની સ્થિતિ બનવાને કારણે જ આ. વિષયને ઊંડાણમાં સમજવાની આવશ્યકતા છે. જો આમ ન હોત અર્થાત્ વિપરીત અભિપ્રાયની સાથે પાપરૂપ પરિણામ અને પાપ-ક્રિયા જ હોત તથા સમ્યફ અભિપ્રાયની સાથે વીતરાગભાવ અને વીતરાગી ક્રિયા (ધ્યાનસ્થ મુદ્રા) જ હોત તો અભિપ્રાયની ભૂલ પણ ક્રિયા અને પરિણામોના માધ્યમથી જ સમજમાં આવી જાત; તેને સમજવું એટલું દુર્લભ ન થાત.
વ્રતાદિરૂપ ક્રિયા અને તદાનુસાર પરિણામોની ઉત્કૃષ્ટ સ્થિતિ થયા. બાદ આ જીવ એકત્રીસ સાગરનું આયુષ્ય બાંધી અંતિમ ગ્રેવેય સુધી ચાલ્યો જાય છે. તે અંતરંગ પરિણામ પૂર્વક મહાવ્રતાદિ પાળે છે, મહામંદ કષાયી થાય છે; તેને આલોક-પરલોક ના ભોગોની ઇચ્છા હોતી નથી, તે માત્રા મોક્ષાભિલાષી હોય છે અને કેવંળ ધર્મબુદ્ધિથી ધર્મ સાધન કરે છે. એવા જીવોને શાસ્ત્રોમાં દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિ મુનિ કહ્યાં છે. તેમના અભિપ્રાય