________________
૭૨
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન
સાધી શકાય તેટલી જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ ? દુ:ખી થવામાં તો આર્તધ્યાન થાય અને તેનું ફળ ભલું કયાંથી આવશે?
આવા લોકો પોતાની પીડા દૂર કરવા વિષય-પોષણના અનેક ઉપાય કરે છે. જેમ તરસ લાગવા પર પાણી ન પીએ, પરંતુ બરફની પટ્ટી રાખશે ભોજનમાં ઘી નહીંખાય તો બીજા ચિકણાં સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરશે. તે લોકોની દશા એવી થઈ જાય છે કે એક ધર્મ-ક્રિયાની પૂર્તિ માટે તે બીજી પાપ-ક્રિયાઓ પણ કરે છે. પંડિતજીએ નીચેની પંકિતઓમાં તેનું માર્મિક ચિત્રણ કરતા લખ્યું છે:
અથવા પ્રતિજ્ઞામાં દુ:ખ થાય ત્યારે પરિણામ લગાવવા માટે કોઈ આલંબન વિચારે છે; જેમ કોઇ ઉપવાસ કરી પછી ક્રીડા કરવા લાગે છે, કોઈ પાપી જુગારાદિ કુવ્યસનમાં લાગે છે, તથા કોઈ સૂઈ રહેવા ઇચ્છે છે, એ એમ જાણે છે કે કોઈપણ પ્રકારથી વખત પૂરો કરવો. એ જ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું.” - “અથવા કોઈપાપી એવા પણ છે કે પહેલાં તો પ્રતિજ્ઞા કરે પણ પછી તેનાથી દુ:ખી થાય ત્યારે તેને છોડી દે, પ્રતિજ્ઞા લેવી-મૂકવી એ તેને ખેલ માત્ર છે. પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું તો મહાપાપ છે, એ કરતાં તો પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે.”
આ પ્રકારે અજ્ઞાની જીવો વડે કોઇ એક ધર્મ-ક્રિયાના પાલન માટે પરિણામોમાં આર્તધ્યાન, વિષય-કષાયની તીવ્રતા તથા અન્ય અનેકપાપક્રિયાઓ પણ કરવામાં આવે છે.
આખરે આમ શા માટે થાય છે?પરિણામોમાં આટલી વિકૃતિઓ શા માટે થઇ જાય છે? એનું કારણ એ છે કે તેઓ સમ્યફચારિત્રનું ખરૂં સ્વરૂપ તો જાણતા નથી અને માત્ર ક્રિયામાં ધર્મ માને છે. તેઓ સમજે છે કે જાણવામાં શું છે? કંઇક કરીશું તો ફળ મળશે. માટે તે તત્ત્વજ્ઞાનનો ઉપાય નથી કરતા અને વ્રતાદિ ક્રિયાનો જ પ્રયત્ન કરે છે. તેમના અભિપ્રાયની આ વિપરીતતાને કારણે જ તેઓના પરિણામોની આવી દશા થાય છે. તેઓના આવા જ