________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં દિ, ૫. અને અ.
૬૩
ઘણો આનંદ આવ્યો. શું આ વિષયાનંદી રૌદ્ર ધ્યાન નથી ? ઘણાંખરાં અવિવેકી લોકો આવા પ્રસંગે એમ પણ કહે છે કે બોલો આજના આનંગ્બો જય” તેઓ એનો પણ વિચાર નથી કરતા કે આ આનંદ થયો છે. તે જય કરવા. લાયક છે કે પરાજય કરવા લાયક?
પ્રશ્ન:- જો આમ હોય તો પૂજનમાં ગીત-સંગીતનો ઉપયોગ જરાય થવો ન જોઇએ?
ઉત્તર:- જયારે આપણે વ્યક્તિગત સ્તરે નિત્ય પૂજન કરીએ છીએ, ત્યારે તો સ્વર તાલ, ગીત સંગીતની આવશ્યકતા જ નથી હોતી. તે સમયે તો આપણો અવાજ પણ એટલો મંદ હોવો જોઇએ કે દર્શન-પૂજન કરનારા અન્ય સાધર્મીઓને ખલેલ ન પડે.
જો પૂજન-વિધાનનો કાર્યક્રમ સામૂહિકરૂપે થઇ રહ્યો હોય, તો તેમનું વાંચન છંદાનુરૂપ તથા સ્વર તાલ સહિત હોવું જોઇએ, કેમ કે જો બેસુર અને બેતાલ અર્થાત્ અવ્યવસ્થિત વાંચન થાય તો શોભશે નહી અને લોકોનું મન પણ લાગશે નહીં તો તેઓ વિકથાઓ કરવા માંડશે. પરંતુ તેને માટે ગાયનવિદ્યામાં ગંધર્વો જેવી કુશલતાની આવશ્યકતાં નથી તથા વાદ્ય-યંત્રોના પ્રયોગની પણ આવશ્યકતા નથી. ગાવા માટે આપણી સામાન્ય બુદ્ધિ અને વગાડવા માટે હાથની તાળિઓ જપૂરતી છે. જો કુદરતે આપણને સારો અવાજ આપ્યો નથી તો આપણે મંદ અવાજમાં બીજાઓ સાથે મળી ગાવું જોઇએ. માઇક પર ગાવાનો લોભ જરાય રાખવો ન જોઇએ.
ઘણાં મોટા કાર્યક્રમોમાં પણ વાદ્ય-યંત્રોનો પ્રયોગ લોટમાં મીઠાના પ્રમાણમાં અર્થાત્ બહુ મંદ અવાજમાં થવો જોઈએ. આજકાલ ઘણે ઠેકાણે એવી પરિસ્થિતી ઉભી થાય છે કે ઉત્સાહી યુવકો મોટા અવાજમાં તબલા, ઢોલક વગાડે છે, જેથી ૪૦-૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકોના કાનોમાં તકલીફ થવાથી તેઓ તેનો વિરોધ કરે છે. સ્થિતિ ત્યાં સુધી પહોંચી જાય છે કે યુવાનો તેમની વાત સાંભળતા નથી અને વડીલોને સામુહિક પૂજનમાં આવવાનું ટાળવું પડે છે.