________________
૬૪
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન
આજકાલપૂજનનો પ્રત્યેક છંદ અલગ-અલગ ધૂનોમાં ગાવાની ફેશન બની ગઈ છે. તે ધૂન બેસાડવા તે જ ધૂનમાં પ્રચલિત ભક્તિ બોલવામાં આવે છે અને તે ભકિતના બોલ પ્રસંગનુકૂળ પણ હોતા નથી. તે ભકિત પણ સીનેમાના શૃંગાર પોષકગાયનોની ઢાળ પર હોય છે, જેમાં શાલીનતાનો અભાવ હોય છે. પૂજનમાં તપ કલ્યાણકના છંદની ધૂન બેસાડવા જન્મકલ્યાણકની ભક્તિ પણ ચાલે છે. એક પંચકલ્યાણક મહોત્સવમાં પાંડુક શિલાપર જન્માભિષેકના સમયે ઉત્સાહી યુવા મંડળી ગાવા માંડી - “હોલી ખેલે મુનિરાજ અકેલે વનમેં?’ જરા વિચાર તો કરો કે જન્માભિષેકને સમયે આ ગીતનું શું ઔચિત્ય છે. વાસ્તવમાં વારંવાર, ધૂન બદલવાની જરૂર નથી, તે પણ કન્દ્રિય-વિષયના લોભનું પ્રતીક છે.
અહીં ક્રિયા અને પરિણામોની વિસંગતિઓનું વિસ્તારથી વિવેચન એ જ ઉદેશથી કરવામાં આવ્યું છે કે આપણે પૂજા-પાઠના ભાવો પર જ લક્ષ્ય રાખીએ તથા ગીત-સંગીતને અત્યંત ગૌણ રાખી ઉપર કહેલા વિસંગતિઓથી બચીએ.
આવી પરિસ્થિતિઓમાં ક્રિયા અને પરિણામ બન્ને વિકૃત છે, જયારે કે આ પ્રકરણમાં પંડિતજી એવી પરિસ્થિતીઓ બતાવવા માગે છે કે જેમાં ક્રિયા યથાર્થ હોવા છતાં પરિણામ અને અભિપ્રાય વિકૃત બને છે. મોક્ષમાર્ગ પ્રકાશક સાતમા અધિકારના પૃષ્ઠ ૨૪૮ પર ઉપવાસ કરતી વખતે કેવાકેવા પરિણામ થઇ જાય છે - તેનું માર્મિક ચિત્રણ કરવામાં આવ્યું છે :
“કોઈ જીવ પહેલાં તો મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે છે પણ અંતરંગમાં વિષયકષાયવાસના મટી નથી તેથી જેમ તેમ કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઇચ્છે છે; ત્યાં તે પ્રતિજ્ઞાથી પરિણામ દુ:ખી થાય છે. જેમ કોઈ ઘણા ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુ:ખી થતા રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમ જ સાધી શકાય તેટલી જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ? દુ:ખી થવામાં તો આર્તધ્યાન થાય અને તેનું ફળ ભલું ક્યાંથી આવશે? અથવા એ પ્રતિજ્ઞાનું દુ:ખ ના સહન થાય ત્યારે તેની અવેજીમાં(બદલામાં) વિષય પોષવા અર્થે તે અન્ય ઉપાય કરે છે.