________________
અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ,પ. અને
૬૧
સ્થાપિત કરી શકયા નથી, કારણકે આપણે અભિપ્રાયની વિપરીતતાને ઊંડાણપૂર્વક સમજી શક્યા નથી.
આપણા ભક્તિ, પૂજા, સ્વાધ્યાય વગેરે કાર્યક્રમો જયારે સાર્વજનિક સ્તર પર થાય છે, ત્યારે તો ક્રિયા અને પરિણામોનું અસમતુલન ઘણા જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણે એટલો પણ વિવેકરાખતા નથી કે ભગવાન સામે કઈ ભકિત બોલવી જોઈએ અને કઈ ન બોલવી. વાસ્તવમાં જિનપ્રતિમા સામે તેમનો ગુણાનુવાદ જ થવો જોઈએ. પ્રસંગાનુસાર પોતાની લઘુતા અને દોષોનું વર્ણન પણ આવી જાય છે તથા જિનેન્દ્ર ભગવાનથી પોતાના મોહ-રાગ-દ્વેષનો અભાવ થઇ વીતરાગભાવ પ્રગટ થવાની કામના પણ કરવામાં આવે છે; પરંતુ એવું જોવામાં આવે છે કે કોઇ લોકો ભગવાનની સામે ઉભા થઇસ્તવન આદિ રૂપે “અહમિલ્કો ખલુ શુદ્ધો ...' જેવી ગાથાઓ બોલવા લાગી જાય છે. આવી અધ્યાત્મિક ગાથાઓ તો મોઢે કરવા માટે હોય છે, ભગવાનને સંભળાવવા માટે નહીં.
જરા વિચાર કરો કે “જે દિન તુમ વિવેક બિન ખોએ...” અથવા હમતો કબહું ન નિજ ઘર આયે ...” જેવા ઉપદેશાત્મક ભજનો અથવા શુદ્ધાત્મ તત્ત્વના મહિમાનો ઉલ્લેખ કરનારી રચનાઓ શું જિન પ્રતિમા સામે બોલવા યોગ્ય છે? આવી બધી રચનાઓ જુદાં-અલગ બેસી કંઠસ્થ કરવાની તથા શાસ્ત્ર સભાઓમાં પ્રવચનોપરાંત બોલવા જેવી છે.
કદાચ આપણે જિનેન્દ્ર દેવના ગુણાનુવાદ કરતી રચનાઓ ગાઇએ કે બોલીએ ત્યારે પણ આપણે સ્વર, તાલ, વાદ્યયંત્ર, નૃત્ય વગેરેને એટલું બધું મહત્વ આપીયે છીએ કે મૂળભાવનો તે રચનાઓ સાથે કોઇ તાલમેળ જ બેસતો નથી.
ભકિતના એક કાર્યક્રમમાં ઘણા જ ભાવ વિભોર બની તાળીઓ વગાડી વગાડી નીચેના પદો ગવાઇ રહ્યાં હતાં:
હમને તો ઘૂમી ચાર ગતિયાં, ન માની જિનવાણી કી બતિયાં - નરકોમે બહુ દુ:ખ ઉપજાયે, પશુ બનકર બહુ ઠંડે ખાયે ...