________________
૬૦
ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલના ઉપજાવે છે.
પણ એ કાર્યો તો પોતાના કે અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યાં છે, વળી ત્યાં કિંચિત્ હિંસાદિકપણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે - અહીં અપરાધ કેટલો થાય છે, અને ગુણ કેટલા થાય છે, એ પ્રમાણે નફા-તોટાનું કે વિધિ-અવિધિનું જ્ઞાન નથી.
વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે તથા સાંભળે છે તો કહે છે તે સાંભળી લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન છે તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ઇત્યાદિક ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી.
કોઇ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અથવા બીજાઓ કરે છે તેમ અમારે પણ કરવું, વા આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે. ઇત્યાદિ વિચારપૂર્વક અભૂતાર્થ ધર્મને સાધે છે.
વળી કેટલાક જીવો એવા હોય છે કે જેમને કંઈક તો કુળાદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક ધર્મબુદ્ધિ પણ છે, તેથી તેઓ કંઇક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઇક આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે.'
ઉપરોકત ગાંશથી સ્પષ્ટ થાય છે કે ધર્મનો મર્મ જાણ્યા વિના અર્થાત્ અભિપ્રાયની વિપરીતતા મટ્યા વિના કરવામાં આવેલ ધર્માચરણ કઈક જુદુ અને અંતરંગ પરિણામ કઇક જુદા હોય છે. માટે ધર્મ કરવા માટે સી પ્રથમ વસ્તુસ્વરૂપને યથાર્થ સમજી વિપરીત અભિપ્રાય અર્થાત્ મિથ્યાત્વનો નાશ કરવો જોઈએ.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા ૪૫ વર્ષો સુધી વસ્તુ-સ્વરૂપ નું ઊંડાણપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. આપણે બધાં તેમના દ્વારા પ્રતિપાદિત તત્ત્વજ્ઞાનના રસીક છીએ તથા યથાશક્તિ તેનો અભ્યાસ પણ કરીએ છીએ. તો પણ આપણે આપણી ક્રિયા અને પરિણામોમાં સમતુલન