________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૪૫
પરપદાર્થો વડે આપણું બૂરું થાય એમ માનીએ તો આપણી માન્યતા (અભિપ્રાય)માં અનંત પદાર્થો માટે દ્વેષ આવે; એ જ કારણ છે કે જ્યાં સુધી. વિપરિત અભિપ્રાય છે, ત્યાં સુધી જીવ અનંત દુ:ખી રહે છે.
જો કે અભિપ્રાય પ્રત્યક્ષરૂપે આપણી ક્રિયાઓને પ્રભાવિત કરતો નથી, પરંતુ તે પરિણામની દિશાને અવશ્ય પ્રભાવિત કરે છે. માટે તે પરોક્ષરૂપે ક્રિયાઓને પ્રભાવિત કરે છે. આપણી સોચ કે માન્યતાનુસાર જ આપણા રાગ-દ્વેષ પરિણામ તથા સુખ-દુ:ખ હોય છે. એક જપરિસ્થિતિમાં કોઈ પોતાને સુખી અનુભવે અને કોઈ દુ:ખી અનુભવે છે.
જો આપણો અભિપ્રાય વસ્તુ સ્વરૂપ અનુસાર છે તો આપણે દરેક પરિસ્થિતિમાં સમાધાન કરી લઇશું. વિપરીત અભિપ્રાય થતાં આપણે થોડીક પ્રતિકૂળતામાં પણ તીવ્ર આકુળતા કરીશું અને તીવ્ર દુ:ખી થઇશું.
આ પ્રકારે અભિપ્રાયનું ફળ પરિણામોથી અનંત ગણું થવું ન્યાય, સંગત છે - એ વાત સરળતાથી સિદ્ધ થઈ જાય છે.
પ્રશ્ન:- જો વિપરીત અભિપ્રાયનું ફળ અનંત દુ:ખ હોય તો વિપરીત અભિપ્રાય મટ્યા બાદ અર્થાત્ સમ્યક્ત્વ થયા બાદ અનંત સુખ કેમ નથી મળતું?
ઉત્તર:- જો કે પરિણામોમાં રાગ-દ્વેષ અને અલ્પજ્ઞતા રહેવાને કારણે અનંત સુખ નથી મળતું; છતાં મિથ્યાત્વજન્ય અનંત દુ:ખનો તો નાશ થઈ જ જાય છે અર્થાત દુ:ખમાં અનંતતા નષ્ટ થઇ જ જાય છે અને અલ્પતા રહી જાય છે.
પ્રશ્ન:- જો ક્રિયાનું ફળ શૂન્ય કહેવામાં આવશે તો લોકો પાપ-ક્રિયાથી જ શા માટે ડરે છે ? શું તેમાં સ્વચ્છંદતાનો પ્રસંગ નહીં આવે ? તથા જિનવાણીમાં પણ પાપ-ક્રિયા છોડવાનો ઉપદેશ કેમ આપવામાં આવે છે?
ઉત્તર:- ક્રિયાની ભાષામાં પણ પરિણામની જ વાત કહેવામાં આવે છે. કારણ કે કથન તો વ્યવવહારની મુખ્યતાથી જ થાય છે અને વ્યવહાર વડે